Thursday, March 28, 2013

પગાર સ્લીપ

ડાઉનલોડ

Monday, March 18, 2013

શિક્ષણ વિશેનું ભજન


સદા શીખતાં રહેજો રે
(રાગઃ સદા હસતાં રહેજો રેસદા હસતાં રહેજો રે…)

સદા શીખતાં રહેજો રે, સદા શીખતાં રહેજો રે,
પોતાના માટે થોડું શિક્ષણ શીખતાં રહેજો રે,
                                સદા શીખતાં રહેજો રે……………….()
શીખતાં ના આવડે તો નિરાશ થઇશ ના,
શીખવાની વૃત્તિથી પાછો હટીશ ના,
સાહેબો શીખવવા તૈયાર છે રે,
             સદા શીખતાં રહેજો રે……………….()
આળશ કરીશ ના સાહેબોને નડીશ ના,
ભલા બની થોડું શિક્ષણ શીખતાં રહેજો રે,
                                સદા શીખતાં રહેજો રે……………….()
આવે કોઇ શીખવવા તો મોઢું ચઢાવીશ ના,
જે કાંઇ શીખવે તે ભૂલી જઇશ ના,
રાજી થઇ થોડું શિક્ષણ શીખતાં રહેજો રે,
                                સદા શીખતાં રહેજો રે……………….()
સૌમાં બુધ્ધિ છે વાત ના વિશરશો,
બને તો થોડી વાપરતા રહેજો રે,
                                સદા શીખતાં રહેજો રે……………….()
જતનસાહેબ કહે ધ્યેય પાકું કરજો,
ધ્યેયને ધ્યાનમાં રાખી શીખતાં રહેજો રે,
                                સદા શીખતાં રહેજો રે……………….()
                               
          (રચયિતાઃ- રાઠવા જતનભાઇ.વી/ .શિ.સાલપુરા શાળા ધોરણ-)