Sunday, July 28, 2013

બાળગીત


બાળગીત ………………મચ્છર વિશે

મચ્છરભાઇ તો નાનાં એવડાં…..(૨)

ખૂણે-ખાંચરે બેસી રહે છે………..(૨)મચ્છરભાઇ તો..........

મચ્છરભાઇ તો કોણ-કોણ એવું બોલતાં…..(૨)

કોણ-કોણ એવું બોલતાંને સૌને જગાડતાં…(૨)મચ્છરભાઇ તો..........

મચ્છરભાઇ તો ડંખરે મારતાં,………………(૨)

ડંખરે મારતાં ને બિમાર પાડતાં,……………(૨)મચ્છરભાઇ તો..........

ડોક્ટર સાહેબને આમંત્રણ આપતાં,…………(૨)

ડોક્ટર સાહેબતો ઝટપટ આવતાં,…………..(૨)મચ્છરભાઇ તો..........

ઝટપટ આવતાંને ઝટપટ આવતાં,…………(૨)

ઝટપટ આવીને ઇંજ્ક્શન મારતાં,…………..(૨)મચ્છરભાઇ તો..........

આવા પરાક્રમી હતાં મચ્છરભાઇ,……………(૨)

મચ્છરભાઇને જોઇ સૌ કોઇ ડરતાં,………….(૨)મચ્છરભાઇ તો..........

સૌ કોઇ ડરતાંને ઓલઆઉટ લગાડતાં……..(૨)

આવા પરાક્રમી હતાં મચ્છરભાઇ,……………(૨)મચ્છરભાઇ તો..........

મચ્છરભાઇ તો નાનાં એવડાં…..(૨)

                                                  ---રાઠવા જતનભાઇ.

(ચિત્ર ગુગલ પરથી)
                                               
 

No comments:

Post a Comment